સુરતઃ સુરતમાં કાપડના વેપારીને ભાગીદારીમાંથી છૂટો કરવાની ધમકી આપી યુવકે ભાગીદારની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી તેણે યુવતીને તેના મિત્ર સાથે પણ સબંધ રાખવા દબાણ કરતાં યુવતીએ હવસખોર ભાગીદાર તથા તેના મિત્ર એમ બે વ્યક્તિ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વરાછા હીરાબાગ વિસ્તારમાં રહેતી રાજસ્થાની પરિણીત યુવતીએ તેના ભાઇ સાથે રીંગરોડની એન.ટી.એમમાં કાપડનો વેપાર કરતા ભાગીદાર ભોજરાજ મહેશ્વરી (રહે. ભટાર) અને તેના મિત્ર વિરૂધ્ધ બળાત્કાર અને છેડતીની ફરિયાદ નોંધાવી છે. 2017માં માર્કેટમાં કામ કરતી વખતે યુવતીના ભાઈનો પરિચય ભોજરાજ સાથે થયો હતો અને બંનેએ ભાગીદારીમાં કાપડનો દુકાન શરૂ કરી હતી.

યુવતીનો પતિ દિવસે કડોદરા ખાતે ડાઇંગ મીલમાં નોકરી કરવા જતી ત્યારે યુવતી ભાઈને ટિફીન આપવા માર્કેટ જતી હોવાથી ભોજરાજ સાથે પરિચય થયો હતો. યુવતીના ભાઈ સાથે કઈ વાર મોબાઇલ પર સંપર્ક ન થાય ત્યારે કોલ કરવા માટે ભોજરાજે યુવતીનો મોબાઇલ નંબર લઇ પરિચય વધાર્યો હતો.

એક દિવસે ભોજરાજ કામના બહાને યુવતીના ઘરે ગયો હતો. યુવતી ઘરે એકલી હતી. તેની એકલતાનો લાભ લઇ તેણે શરીર સબંધ બાંઘવાની માંગણી કરી હતી પણ યુવતીએ ઇન્કાર કરતા ભોજરાજે શરીર સબંધ નહીં બાંધે તો તેના ભાઇને ધંધામાંથી છૂટો કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધીને શારીરિક સુખ માણ્યું હતું. થોડા દિવસ પછી ભોજરાજ તેના મિત્ર સાથે યુવતીના ઘરે ગયો હતો. ભોજરાજ કામના બ્હાને અડધો કલાકમાં આવું છું એમ કહી નીકળી ગયો પછી ભોજરાજના મિત્રે યુવતી સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ ઇન્કાર કરતા મિત્રે કહ્યું હતું કે, ભોજરાજ ચાલે અને હું નહીં ચાલુ ? યુવતીએ તરત જ ભોજરાજને ફોન કરી બોલાવ્યો હતો અને બંનેને ખખડાવીને કાઢી મૂક્યા હતા. આ વાતની જાણ થતાં પતિ તરછોડી દેશે તેવા ડરથી મીનાએ ભોજરાજના કૃત્યની જાણ કરી ન હતી પરંતુ તેની નાની બહેનને જાણ કરી હતી. ભોજરાજે મીનાની નાની બહેનનો મોબાઇલ નંબર મેળવી તેને પણ ધાક-ધમકી આપી શરીર સબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. ભોજરાજે માર્કેટમાં પોતાના યુવતી સાથે શરીર સબંધ હોવાન અને તેમની પાસેથી પૈસા પણ લીધા હોવાની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીના ભાઇ અને પતિને આ વાતની જાણ થતાં પતિએ યુવતીને ઘરમાંથી કાઢી મૂકતા છેવટે તેણીએ ભોજરાજ અને તેના મિત્ર વિરૂધ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં બળાત્કાર-છેડતીની ફરિયાદ નોંધાવી છે.