Surat News: સુરતમાં પરિણીતાએ હથેળીમાં પતિ હેરાન પરેશાન કરે છે તેમ લખીને ગળાફાંસો ખાઇ લીધો હતો. સુરતના લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રહેતા રીક્ષા ચાલકની પત્નીએ રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.


શું છે મામલો


મૂળ ઝારખંડના વતની સુરતમાં લીંબાયત ચોર્યાસી ડેરી પાસે ગીતાનગરમાં રીક્ષા ચાલક પ્રવીણ છોટીનાથ ગોસ્વામી (ઉ.વ.37)ની પત્ની સીતા (ઉ.વ.27) અને બે સંતાન સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સીતાએ પોતાના રૂમમાં છતના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે 108ને જાણ કરતાં આવી હતી અને તેને મૃત જાહેર કરતાં લીંબાયત પોલીસને જાણ કરાઈ હતી. પોલસને સીતાના હાથની હથેળીમાં હિન્દી ભાષામાં પતિ હેરાન પરેશાન કરે છે તેવું લખાણ લખેલું મળ્યું હતું. આઠ વર્ષ અગાઉ મૃતકની લગ્ન પ્રવિણ સાથે થયા હતા. પોલીસે હાથમાં લખેલા લખાણના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




મહિના પહેલા લગ્ન કરનારી યુવતી રાત્રે જાગી ત્યારે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો


સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા અને માત્ર એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરનારા યુવકે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ બિહારના અને હાલ સુરતના સચીન નજીક પાલી ગામમાં રહેતા પ્રદીપકુમાર રામે એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. મોડી રાતે પત્ની ઉંઘી ગયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. રાત્રે પત્નીની આંખ ઉઘડી ત્યારે પતિને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા બુમાબુમ કરી હતી. જેને લઈ પડોશીઓ એકત્ર થયા હતા. મૃતક સુરતમાં છુટક મજૂરી કરતો હતો. તેણે દેવું થઈ જતા વતનમાં માતાને ફોન કરી 35 હજારની જરૂર છે તેમ કહ્યું હતું. પણ માતાએ પૈસાની સગવડ નથી તેમ કહ્યા બાદ આત્મહત્યા કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પ્રજાસત્તાક દિવસ શું છે અને કેમ ઊજવવામાં આવે છે?

15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ ઊજવવાની પરંપરા કોણે શરૂ કરી?

દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 26 જાન્યુઆરી, 1950ના રોજ 21 તોપની સલામી આપીને ધ્વજારોહણ કરીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું. ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં જાહેર રજા હોય છે.

ભારતે પોતાનું બંધારણ ક્યારે સ્વીકાર્યું?
ભારત રાજ્યોનું એક સંઘ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળું એક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણ મુજબ શાસન કરે છે, જેને બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું અને 26 જાન્યુઆરી, 1950માં લાગુ કરવામાં આવ્યું.