Surat News: ઉત્તરાયણને હજુ ઘણા દિવસોની વાર છે, પરંતુ કાતિલ માંજાએ અત્યારથી જ કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં પતંગના દોરથી પરિવાર સાથે બાઇક પર જતાં યુવકનું ગળું કપાયું હતું. સુરતના પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસેથી પરિવાર સાથે બાઇક પર પસાર થતાં યુવકનું ગળું દોરીથી કપાઈ ગયું હતું. આ સમયે પતિને બચાવવા જતા પત્નીના હાથમાં પણ ઇજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ યુવક ને 108 મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


થોડા દિવસ પહેલાં વકીલનું કપાયું હતું ગળું


ડાયમંડ સિટી સુરતમાં પતંગ દોરીથી થોડા દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. જેમાં એડવોકેટ પ્રકાશભાઈનું દોરીથી ગળું કપાયું હતું, જોકે તેમને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી ગયો હતો.


સાવરકુંડલાના આ ગામમાં એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આવતા ગ્રામજનોમાં ફફડાટ


સાવરકુંડલા તાલુકાના ગીરકાંઠાનું મીતીયાળા ગામ હાલ ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે કારણ કે અહીં દિવસ કે રાત્રિ દરમિયાન ગમે ત્યારે ભૂકંપના નાના-મોટા આચકાઓ આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે આ અંગે સ્થાનિક તંત્ર અજાણ છે. એક મહિનામાં 10થી વધુ વખત ભૂકંપના આંચકા આ ગામમાં આવ્યા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ  છે. ગામના સરપંચે મીડિયાને ધરતીકંપના આંચકાની માહિતી આપી છે.


ગામના 50 ટકા મકાનો કાચા


આ ગામમાં 50 ટકા જેટલા મકાનો કાચા છે લોકોના મકાનને ધરતી કંપના કારણે મકોનોની દીવાલોમાં તિરાડો પડવા લાગી છે પરંતુ એક માસથી સતત ભૂકંપના નાના-મોટા આંચકાઓ ગામ લોકો અનુભવી રહ્યા છે ત્યારે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.  ભૂકંપ આવે એટલે ગામ લોકોને ઘર માંથી બહાર નીકળવું પડે છે.  નાના મોટા તમામ લોકોને ભૂકંપનો ભય સતાવી રહ્યો છે.


ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે લોકો 


  ગામના સ્થાનિકો જણાવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ભૂકંપના નાના મોટા આંચકા  અનુભવી રહ્યા છે.  ગામ લોકો ભયના ઓથાર નીચે જીવે છે.  ગત ઉનાળાથી ભૂકંપના આંચકા ચાલુ થયાં છે.  ગામની નજીક જ સોનીયો ડુંગર તરીકે જાણીતું એક ડુંગર આવેલો છે.  મોટાભાગના લોકો એવું કહી રહ્યા છે કે ડુંગરના તળમાં કોઈ હલચલ થઈ રહી છે કારણ કે ભૂકંપની શરૂઆત પણ આ દિશાથી થતી જોવા મળે છે.