સુરત:  કતારગામ વિસ્તારમાં BRTS બસના ડ્રાઈવરે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આજે તારો ચહેરો જોઈને રહીશ તેવું કહી બસના ડ્રાઈવરે ચુંદડી ખેંચી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. આ ઘટનાને લઇ વિદ્યાર્થિનીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, કોલેજીયન યુવતીને બીઆરટીએસ બસના ડ્રાઈવરે મોઢા પરથી ઓઢણી ખેંચી લઈ છેડતી કરી હતી. કતારગામ પોલીસે આપેલી વિગતો પ્રમાણે, કતારગામની 19 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. છેલ્લા ઘણા સમયથી તેને બસનો ડ્રાઈવર યુવતીને ખરાબ નજરથી જોતો હતો. બુધવારે યુવતી તેની 3 બહેનપણીઓ સાથે બીઆરટીએસમાં કોલેજ જઈ રહી હતી. 


દરમિયાન અડાજણ ખાતે બસના મોટેભાગના પેસેન્જરો ઉતરી ગયા હતા. બાદમાં ડ્રાઈવર તેની કેબીનમાંથી નીકળી પાછળ બેસેલી યુવતી પાસે આવી યુવતીને કહ્યું કે, આજે તો હું તારો ચેહરો જોઈને જ રહીશ કહી ડ્રાઈવરે બંને હાથથી યુવતીનું માથું પકડીને જબરજસ્તી તેના મોઢા પરથી ઓઢણી ખેંચી લીધી હતી. ઘટના બાદ યુવતી તેની બહેનપણી અઠવાગેટ પાસે ઉતરી ગઈ હતી. ઘરે જઈ યુવતીએ તેની માતાને વાત કરતા કતારગામ પોલીસમાં ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલસે આરોપીની ધરપકડની કાર્યવાહી કરી છે.


'મારો ફોન કેમ નથી ઉપાડતી', સુરતમાં રત્નકલાકારે યુવતી પર કરી દીધો ચપ્પુથી હુમલો


સુરતઃ સુરતમાં રત્ન કલાકારે સાથી મહિલા કામદાર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વરાછાના LH રોડ પર રહેતી મહિલાના ઘરમાં ઘૂસી રત્નકલાકારે હુમલો કર્યો હતો. રત્ન કલાકારે મહિલાના ઘરમાં ઘૂસી મારો ફોન કેમ નથી ઉપાડતી કહી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. 


આ અંગેની વિગતો એવી છે કે, લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેતી પરીણાતા પર સાથે કામ કરતા યુવકે ઘરમાં ઘુસી ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી હીરાના કારખાનામાં નોકરી કરે છે. જેની સાથે આરોપી પણ નોકરી કરે છે. ત્યારે બુધવારે રાત્રે પરણીતા ઘરે હતી ત્યારે યુવક તેના ઘરે પહોંચ્યો હતો અને તું કેમ મારો ફોન નથી ઉપાડતી, બીજા સાથે જ વાત કર્યા કરે છે’ એવું કહીને માર મારી વાળ પકડીને ખેંચી હતી. તેમજ આ પછી ચપ્પુથી હુમલો કરી દીધો હતો. પરણીતા પર હુમલો કરીને યુવક ફરાર થઈ ગયો હતો.  આ અંગે પરણીતાએ આરોપી વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપીને જેલ હવાલે કરી દીધો હતો.