Surat: સુરતમાંથી વધુ એક ગુનાખોરીની ઘટના સામે આવી છે, શહેરના સરથાણા વિસ્તારમાં ગૉલ્ડ રોકાણ મામલે ઠગબાજોએ 5 લાખથી વધુની ઠગાઇ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માહિતી છે કે, સુરતમાં સરથાણા વિસ્તારમાં ગૉલ્ડ ટ્રેડિંગમાં રોકાણના કરવાના નામે બે ઠગબાજોએ 5.58 લખાની ઠગાઇ કરીને ઠગબાજો નાસી છૂટ્યા હતા. જોકે, આ ઘટના ટૉક ઓફ ધ ટાઉન બન્યા બાદ પોલીસ એક્ટિવ થઇ ગઇ હતી, અને આ છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમે સરથાણાના બે ઠગબાજોની ધરપકડ કરી લીધી હતી. ખાસ વાત છે કે, આ છેતરપિંડીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ પૈકી એકના બેન્ક ખાતામાં છેલ્લા 2 મહિનામાં 3 કરોડના ટ્રાન્જેક્શનો થયેલા હોવાનું પણ ખુલ્યુ છે.
સુરતમાં ગુનાખોરી વધી -
સુરતમાં વધુ એકવાર નાના બાળકીને પીંખી નાંખવાનો પ્રસાય થયાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક વૃદ્ધે નાની બાળકીને અડપલાં કર્યા બાદ લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, આ ઘટના બાદ ડગાઇ ગયેલી બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ, સુરતમાં લિંબાયત વિસ્તારમાં ગઇકાલે એક બળાત્કારના પ્રયાસની ઘટના ઘટી, આ ઘટનામાં લિંબાયતના 69 વર્ષીય એક વૃદ્ધે પોતાના ઘરમાં ટીવી જોવા આવેલી પાડોશીની નાની 8 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી, જ્યારે આ 8 વર્ષીય બાળકી ઘરે ટીવી જોવા આવી હતી તે સમયે તેને બાળકીને પલંગ પર સુવડાવી અને બાદમાં છેડતી કરી હતી. ખાસ વાત છે કે, બાળકીના મોટાભાઈની સામે જ તેની આ છેડતી કરવામાં આવી હતી, બાળકી સાથે છેડતી થતાં બાળકી અને તેનો ભાઈ ગભરાઈ ગયા હતા, અને બાદમાં બન્ને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચીને બન્નેએ પડોશી દત્તુ નામદેવની કરતૂત વિશે જણાવ્યું હતું, પોલીસને આ ઘટના અંગે દત્તુ નામદેવ વિરૂદ્ધ ફરિયાદ મળતાં જ પોલીસે તેની કરી ધરપકડ કરી લીધી હતી.
ટ્યુશનથી ઘરે જતી આઠ વર્ષની બાળકીને રિક્ષાચાલકે કહ્યુ- ‘ચાલ બેસી જા’, અવાવરુ જગ્યાએ લઇ જઇ કર્યા શારીરિક અડપલા
સુરતના રાંદેરમાં એક રિક્ષા ચાલકે આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇને તેની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં સંતનામ સર્કલ પાસે ચાલતા ટ્યુશનથી ઘરે આવતી આઠ વર્ષની વિદ્યાર્થીનીને રિક્ષા ચાલકે કહ્યુ હતું કે ‘ચાલ બેસી જા’. બાદમાં તેને ખેંચીને રિક્ષામાં બેસાડી હતી અને નજીકની સોસાયટીની અવાવરુ જગ્યા પર લઇ જઇ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. એટલું જ નહી રિક્ષાચાલકે બાળકીને સોસાયટીમાંથી બહાર નીકળીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી. ગભરાઇ ગયેલી બાળકીએ ઘરે આવીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. જેને પગલે બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષા ચાલક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગઇકાલે જ ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના સુરતમાં બની હતી. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
Join Our Official Telegram Channel: