સુરત: ગુજરાતમાં કોરોના વારયસના કેસ વધતાં જાય છે. હાલ ગુજરાતમાં પોઝિટિસ કેસની સંખ્યા 73 છે જેમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે 3 જેટલા દર્દીઓ સાજા થઈ ગયા છે જેમને રજા આપી દેવામાં આવી છે. ત્યારે સુરતની યુવતી સાજા થઈ ગઈ હતી જેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ઘરે ગયા પછી તેણે એક વીડિયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.




સુરતની રીટા બચકાનીવાલા નામની યુવતી કોરોના વાયરસથી મુક્ત થઇ ગઈ છે. તેણે તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સૌનો આભાર વ્યક્ત કરતો એક વીડિયો મુક્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદેશ યાત્રાની હિસ્ટ્રી ધરાવતી રીટા ગુજરાતનો પહેલ કોરોના વાયરસ પોઝિટિવ કેસ હતો.



રીટાએ આ વીડિયોમાં સુરત સિવિલ હોસ્પિટલ, ત્યાંનો સ્ટાફ, ડોક્ટરો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, સૌને આ મુશ્કેલીના સમયમાં તેમની અને તેમના પરિવારની સાર સંભાળ કરી હતી અને તેમનું મનોબળ મક્કમ રાખવામાં મદદ કરી હતી.



તેણે આ ઉપરાંતની સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે, તે અત્યારે કોરોનાથી પીડિત વિશ્વના તમામ ખૂણે રહેતા લોકો અને તેમના સગા સંબંધીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવે છે.