સુરતઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકો પણ જાતે જાગૃત થઈ રહ્યા છે અને લોકોને પણ ચેપ ન ફેલાય તેની તકેદારી રાખવા સમજાવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સામાજિક કાર્યકરે શાકવાળાને માસ્ક પહેરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ હુલાવી દીધું હતું.


આ અંગેની મળતી વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિહર નગરમાં રહેતા અને જાગૃતિની સેવા સાથે જોડાયેલા અતુલ મકવાણા(ઉં.વ.28) નામના સામાજિક કાર્યકરે છત્રપતિ શિવાજી શાકભાજી માર્કેટમાં શાકવાળાને માસ્ક પહેરી કામ કરવાનું કહેતા શાકવાળાએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને પેટની ડાબી બાજુ ચપ્પુના ઘા માર્યા હતા. ટ્રાફિક પીઆઈ ખરડી પોતાની ગાડીમાં TRB સતીશ પ્રહલાદ ભોઇની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા છે.