સુરતઃ દેશના સુરક્ષિત ગણાતા રાજ્યમાં નકસલવાદે દસ્તક દીધી હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. થોડા મહિના પહેલા રાજ્યમાંથી 3 નક્સલીને ગુજરાત ATS એ ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે વધુ એક નકસલી ઝડપાયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગત પ્રમાણે, કોસંબાના ફેરડીલ પાર્કમાં આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા 3 વર્ષથી મશીન મેકેનિક તરીકે નકસલી કામ કરી રહ્યો હતો. તે ઝારખંડના પલામુ જિલ્લાનો વતની અને નામ ગુડ્ડસિંહ અનિરુદ્ધ સિંહ છે.

સુરત: કોસંબામાંથી વોન્ટેડ નકસલી ઝડપાયો, જાણો 3 વર્ષથી રહીને શું કરતો હતો કામ


ઝારખંડ અને કોસંબા પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. પકડાયેલો નક્સલવાદી 2011 અને 2013ના આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનામાં વોન્ટેડ હતો.