સુરતઃ અમરોલીમાં પતિથી અલગ રહેતી યુવતીને લોન એજન્ટે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને તેના જ ઘરમાં વારંવાર શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ લગ્ન માટે જીદ કરતા યુવકે પોત પ્રકાશ્યું હતું અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, 2 સંતાનોની માતા એવી 33 વર્ષીય પરિણીત યુવતી અમરોલીમાં વિસ્તારમાં રહેશે. પતિથી અલગ રહેતી યુવતી ત્રણ મહિના અગાઉ લોનના કામથી એક એજન્ટના સંપર્કમાં આવી હતી. લોનના કામથી વારંવાર મળવાનું થતા યુવતી તેના તરફ આકર્ષાઇ હતી. યુવકે પણ યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધ આગળ વધાર્યા હતા. 


બંને પરિણીતાના ઘરમાં જ રંગરેલિયા મનવતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી બંનેએ પરિણીતાના ઘરમાં જ વારંવાર શરીરસુખ માણ્યું હતું. યુવકે પોતે પણ પત્નીથી અલગ રહેતો હોય, તેને છૂટાછેડા આપી પ્રેમિકા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જેને કારણે યુવતીએ પણ પ્રેમીને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. જોકે, ત્રણ મહિના સુધી વારંવાર શરીરસુખ માણ્યા પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. 


જોકે, પરિણીતાએ લગ્ન કરવાની જીદ કરતા પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો. તેમજ યુવતીને ગાળાગાળી કરી સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી હતી અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આમ, પોતાની સાથે દગ્ગો થતા પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. 


સુરતઃ સગીરા સાથે માસાએ પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, થઈ ગઈ પ્રેગ્નેન્ટ ને પછી....


સુરત: સુરતના સલાબતપુરામાં નોંધારી સગીરા પર ખૂદ માસાએ જ વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હતી. તેમજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થતાં સગા માસાએ હવસ સંતોષી હોવાનું સામે આવતાં પોલીસે તેને જેલહવાલે કરી દીધો હતો. કેસ કોર્ટમાં ચાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 


14 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો મામલે આરોપીને કોર્ટે આપી આજીવન કેદની સજા ફટકારી છે. એક વર્ષ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ 14 વર્ષની માસુમ મજબુર હતી. કિશોરી મજૂરી કરી પેટિયું રડી ખાતી હતી. માસુમની એકલતાનો લાભ લઇ માસા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.


આરોપીએ એની ઉપર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખી ઘટના 7 મહિના બાદ બહાર આવી હતી. માસુમ પિતરાઈ બહેનનું પેટ બહાર આવતા મામલો સામે આવ્યો હતો. પીડિત કિશોરીએ નવી સિવિલ હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.


પોલીસે DNA તપાસ કરાવી હતી. DNA રિપોર્ટ આવી ગયા બાદ આજે સુરત સેશન કોર્ટે ચુકાદો આપ્યો. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમજ 7 હજારનો દંડ ફટકાર્યો હતો. ભોગ બનનાર પીડિત કિશોરીને 10 લાખ કોમ્પોસેશન આપવા કોર્ટે જણાવ્યું હતું.