સુરતઃ શહેરના સરથામા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરણીત યુવતીના ઘરમાં ઘૂસીને પાડોશી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને યુવતીનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો. આ પછી તો યુવકે યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવા લાગ્યો હતો અને વારંવાર તેની સાથે શરીર સંબંધ બાંધવા લાગ્યો હતો.
યુવકની હરકતોથી કંટાળી યુવતી પરિવાર સાથે અન્ય વિસ્તારમાં રહેવા જતી રહી હતી. પરંતુ યુવકે તેનો પીછો છોડ્યો નહોતો અને ત્યાં પણ પહોંચી ગયો હતો અને વારંવાર શરીરસંબંધ માટે દબાણ કરતાં પરણીતાએ અંતે પતિને જાણ કરતાં ગઈ કાલે યુવક સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, 33 વર્ષીય યુવતી પતિ અને બે સંતાનો સાથે સુરતમાં રહે છે. વર્ષ 2018માં દિવાળી વેકેશનના સમયે ઘરે એકલી હતી, તે સમયે પાડોશમાં રહેતો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરને દરવાજો બંધ કરી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા અને તેનો વીડિયો બનાવી લીધો હતો. આ પછી તે યુવતીને વારંવાર બ્લેકમેલ કરતો હતો.
Surat: યુવતીના ઘરમાં ઘૂસીને યુવકે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને ઉતારી લીધો વીડિયો, પછી તો એક દિવસ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2021 10:34 AM (IST)
વર્ષ 2018માં દિવાળી વેકેશનના સમયે ઘરે એકલી હતી, તે સમયે પાડોશમાં રહેતો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરને દરવાજો બંધ કરી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -