સુરતઃ સરથાણાના બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, શું હતું કારણ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2019 09:41 AM (IST)
સરથાણાના બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને યુવકે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.
સુરતઃ દિવાળી ટાણે સરથાણાના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે બ્રિજ પર બાઇક પાર્ક કરી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. આ યુવકે દેવું વધી જતાં આપઘાત કરી લીધો હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. જોકે, હજુ સુધી સચોટ કારણ સામે આવ્યું નથી. સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.