Tapi Loot News: સુરત જિલ્લામાંથી એકવાર ચોર ટોળકીને પોલીસે રંગેહાથે ઝડપી લીધી છે, છેલ્લા કેટલાક સમયથી તાપી અને બારડોલી વિસ્તારમાં તાડપત્રી કાપીને ચોરી કરતી ગેન્ગે આતંક મચાવ્યો હતો, જેને પર એલસીબી પોલીસે કાર્યવાહી કરતાં આખી ગેન્ગે હાઇવે રૉડ પરથી ઝડપી પાડી હતી. આ ગેન્ગમાંથી કુલ ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા, જેમની પાસેથી 70 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો.
મળતી માહિતી પ્રમાણે, તાપી અને સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ગેન્ગને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા એલસીબી પોલીસે સુરત અને બારડોલી વિસ્તારમાંથી તાડપત્રી કાપીને ચોરી કરતી ગેન્ગને રંગેહાથે ઝડપી લીધી છે. આરોપીઓ હાઇવે રૉડ પર પરથી પસાર થતી ચાલુ ગાડીમાંથી તાડપત્રી કાપીને સાડી તેમજ કાપડના ટાંકાઓની ચોરી કરતા હતાં. અગાઉ પણ તાપીના કાકરાપાર ખાતે કાપડના ટાંકા ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જે પ્રકરણમાં આરોપીઓ ઝડપાયા હતા. એલસીબી પોલીસે આ ઘટનામાં હવે ત્રણ આરોપીઓને ઝડપી લીધા, જેમની પાસેથી સાડી અને દુલ્હન જોડા સાથે કુલ મળીને 70 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે આ ચોર ટોળકીમાંથી પકડાયેલા આરોપીઓ પર આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામા નૌરતરામ કુમાવત, રમેશકુમાર કુમાવાત અને ધેવરચંદ કુમાવતે એલસીબી પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ LCBનો સપાટો, ત્રણ જિલ્લામાં 'માસ્ટર કી'થી ચોરી કરતી ચોર ટોળકીને ઝડપી
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્રણ જિલ્લામાં એક ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને પાટણ પોલીસે ઝડપી પાડી છે. પાટણ એલસીબીએ સપાટો બોલાવતા પાટણ-બનાસકાંઠા અને મહેસાણામાં ઘરફોડ ચોરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે. પાટણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ-બનાસકાંઠા-મહેસાણામાં કેટલીક મોટી અને ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી છે, જેમાં સામેલ ચોર ટોળકી પર એલસીબીની ટીમે સપાટો બોલાવ્યો છે. આ ચોર ગેન્ગને એલસીબીએ ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ 38 જેટલી ચોરી અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ખાસ વાત છે કે, આ ચોર ગેન્ગ 'માસ્ટર કી' થી પહેલા વાહન ચોરી કરતી હતી, અને બાદમાં ચોરીના વાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં ઘર, દૂકાનોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. પકડાયેલા તમામ આરોપીઓની ઉંમર 30 વર્ષથી ઓછી છે.