સુરત:  આજે શિક્ષક દિને અધ્યાપકો-સહાયકોએ વિવિધ માંગો ને લઈ કાળી પટ્ટી-કપડાં પહેરી વિરોધ કર્યો છે. સુરત ના MTB કોલેજ ખાતે અધ્યાપક સહાયકો એકત્રિત થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.આજે ગુજરાત માં 200 કરતાં પણ વધારે આવેદનપત્રો આપી રજૂઆતો કરાઈ છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આંદોલનને વેગ અપવામાં આવશે.  5 મી સપ્ટેમ્બર, શિક્ષક દિનના દિવસે અધ્યાપક સહાયકો કાળી પટ્ટી કાળા કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કર્યો છે અને અધ્યાપક સહાયકો પ્રત્યે સરકારના બેવડા માપદંડોનો વિરોધ કર્યો હતો. 


ગુજરાત રાજ્યની 356 ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ વર્ષ ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવી, ફાજલ તરીકેનું રક્ષણ આપવું, સાતમાં પગાર પંચ મુજબ ફિક્સ પગારમાં વધારો કરવો વગેરે બાબતે સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં 200  કરતાં પણ વધારે આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સરકરાના પેટનું પાણી પણ હલતું ન હોવાથી અધ્યાપક સહાયકો પણ હવે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા મજબૂર થયા છે. 


અધ્યાપક સહાયકો આ સત્યાગ્રહની શરૂઆત 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનના દિવસે કાળી પટ્ટી કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો છે. રાજ્ય સરકારે વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો સહિત કુલ આશરે બે લાખ બોત્તેર હજાર જેટલા ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાની જોગવાઈ કરેલ છે ત્યારે માત્ર 1200  જેટલા અધ્યાપક સહાયકોને જ આ લાભથી વંચિત રાખી તેઓની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2017 માં ઠરાવ કરીને વર્ષ 2006 પછીની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણેલ છે ત્યારબાદ તાજેતરમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં વર્ષ 2006 પહેલાની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલાઓની નોકરી પણ સળંગ ગણવાનો નિર્ણય કર્યો ત્યારે તેમાથી પણ અધ્યાપક સહાયકોને વંચિત રખાયા છે અને જેના લીધે સમગ્ર અધ્યાપક આલમમાં સરાકર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે અને જેનો વિરોધ અધ્યાપકો શિક્ષક દિન ના દિવસે કાળી પટ્ટી ધારણ કરી છે.