સુરત: રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ મામલે પોલીસ હજુ પણ ફાંફા મારી રહી છે. પોલીસ પાસે કોઈ નક્કર થિયરી નથી.
પોલીસે બે શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. થાઈ યુવતી સાથે અનેક પોલીસકર્મીઓની દોસ્તી હતી. ગામમાં પોલીસકર્મીઓની આવન-જાવન હતી. પોલીસની તપાસ હાલ દિશાવિહિન ચાલી રહી છે.
હત્યા કે અકસ્માત આગ લાગતાં થયેલા મોત અંગે ઘુંટાતા રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરંતુ તેમાં પણ કોઇ સ્પષ્ટતા નહીં થતા વિશેરા સહિતના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે.
થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે ગઈ કાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજી પણ પોલીસ કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી.
થાઈલેન્ડની યુવતીના રહસ્યમય મોત મામલે પોલીસ હજુ પણ હત્યા કે અકસ્માત મોતના કારણો શોધી શકી નથી. મૃતક યુવતીની રૂમ પાર્ટનરે રૂમની બહાર તાળું કેમ હતું તેની થિયરી રજૂ કરતા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે. રૂમની પાછળ બીજો એક દરવાજાથી બહાર નીકળતું હતું. કાયમી ધોરણે રૂમની બહાર
તાળું મારી રાખતા હોવાનું રૂમ પાર્ટનર યુવતીનું નિવેદન
જ્યારે મૃતક થાયલેન્ડની યુવતીએ છેલ્લે તેના પતિ સાથે વાત કરી હતી. બીજી તરફ મૃતક યુવતીને સુરતના બાજીપૂરા ગામના અંકુર નામના યુવક સાથે પણ પ્રેમ સંબંધો હોવાનું બહાર આવ્યું છે. થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી યુવતી સુરતમાં જુદા જુદા સ્પામાં નોકરી કરતી હતી. હજુ પણ મોતનું કારણ અકબંધ છે.
સુરતઃ થાઈલેન્ડની યુવતીના રહસ્યમય મોતના કેસમાં શું આવ્યા મોટા અપડેટ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2020 03:26 PM (IST)
પોલીસે બે શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. થાઈ યુવતી સાથે અનેક પોલીસકર્મીઓની દોસ્તી હતી. ગામમાં પોલીસકર્મીઓની આવન-જાવન હતી. પોલીસની તપાસ હાલ દિશાવિહિન ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -