સુરત: શહેરના ખટોદરા વિસ્તારમાં કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખટોદરા રાયકા સર્કલ પાસે ખાડી કિનારે મચ્છી માર્કેટ પાસેનાં ગટરમાંથી લાશ મળી આવી છે. એક કારખાનાના ગટરમાંથી કોહાલતમાં લાશ આવતા અનેક સવાલો ઉઠ્યા છે.  ફાયર કંટ્રોલમાંથી ફાયરનાં અધિકારીને જાણ કરતા અધિકારી સહિત કર્મચારીઓ  ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશને ગટરમાંથી બહાર કાઢી હતી. લાશને ગટરમાંથી બહાર કાઢી  ખટોદરા પોલીસે લાશનો કબજો મેળવી હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે.


આગામી 5 દિવસ આ જિલ્લામાં રહેશે મેઘમહેર


 હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગાંધીનગર શહેર સહિત આસાપાસના ગામડામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે ગુજરાતમાં 5 દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


રાજ્યમાં કાલથી ચોમાસાનો ચોથો રાઉન્ડ  શરૂ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ  શુક્ર અને શનિવારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.  આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. જેમાં ડાંગ, તાપી, નવસારી,વલસાડમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે વરસાદને લઇને  યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આવતી કાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.                                                                                           


કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયા સામાન્ય વરસાદનું શક્યતા છે. અમદાવાદમાં  પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે. અહીં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. સમગ્ર દેશના હવામાનની વાત કરીએ તો 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે


 દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ