Surat News:સુરતમાં ભારે વરસાદના બાદ હવે રોગચાળાએ માથુ ઉંચક્યું છે. સુરતમાં ઝાડા ઉલ્ટી અને તાવના સતત કેસ વધી રહ્યાં છે. સુરતના ગોડાદરા અને ઉધનામાં એક-એક યુવકનું મોત થયું છે. તો ઉધનામાં તાવના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં સુરતમાં 20 લોકોના મોત થયા છે.
તો બીજી તરફ રાજ્યમાં આંખ આવવાના કેસમાં પણ સતત વધારો થયો છે. અત્યાર સુધીમાં 2.30 લાખ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ 30 હજાર કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં અંદાજીત 51 હજાર કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આંખ આવવાના દૈનિક 17થી 20 હજાર કેસ નોધાઈ રહ્યા છે.
જો કે રાજ્ય સરકાર પાસે આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારે 2 લાખ 17 હજાર જેટલા કેસ હતા. તે વધીને બુધવારે 2 લાખ 30 હજાર થયા છે. જે 13 હજાર કેસનો વધારો દર્શાવે છે.
કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગે પણ તમામ જિલ્લામાં આરોગ્ય અધિકારીઓને કન્જક્ટિવાઈટિશને લગતી તમામ દવાઓ અને આંખના ટીપાનો પૂરતો જથ્થો રાખવા માટે સૂચના આપી છે.
આંખના ફ્લૂના ઘણા કેસ આવી રહ્યા છે, આ શું છે?
જેમને આંખના ફ્લૂના લક્ષણો હોય તેમણે શું સાવચેતી રાખવી જોઈએ?
- દર્દીને અલગ રાખો.
- તેનો ટુવાલ-ઓશીકું અલગ રાખો.
- તેને 3 થી 5 દિવસ ઘરે રહેવા કહો.
- આંખોને સ્પર્શ ન થાય તે માટે ચશ્મા પહેરો.
- સ્વચ્છતાનું ધ્યાન રાખો.
આંખનો ફલૂ કેટલા દિવસમાં મટે છે?
બાય ધ વે, આંખનો ફ્લૂ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. પરંતુ જો કોઈ ગંભીર સ્થિતિ હોય, તો તે 10 થી 14 દિવસ અથવા એક મહિના સુધી પણ રહી શકે છે.
આ પણ વાંચો
Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી
Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી