Surat News: હાલમાં સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છે ત્યારે સુરતમાં વિવર્સ માટે પણ સારા દિવસો નથી ચાલી રહ્યા. વીવરોની પણ સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. વિવર્સ એસોસિએશની હાલમાં મળેલી બેઠકમાં આગામી 20 દિવસ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. એટલું જ નહીં એમ્બ્રોઈડરીના કારખાનેદારો પણ પરેશાન છે


વિવિધ મુદ્દાઓ પર નિર્ણય લાવવા રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસિએશને મીટિંગ યોજી હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, પ્રથમ 30 દિવસ ઉધારી રાખશે પછી જ વ્યાજ ગણવામાં આવશે. આ ઉપરાંત 20 જૂનથી 10 એપ્રિલ સુધી વેકેશન રાખવામાં આવશે. સાથે જ મીટિંગમાં ક્વોલિટી પ્રમાણે ભાવ નક્કી કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં નવા રેટ 20 જૂનથી અમલમાં આવશે. પેમેન્ટ સાઈકલને લઈને પણ ચર્ચા થઈ હતી. 30 દિવસ ઉધારીમાં કામ કરાશે અને ત્યાર બાદ 30 દિવસ પછી વ્યાજ લેવાશે. એસોસિએશને જાહેરાત કરી છે કે, વેચેલો માલ ખોટી રીતે રિટર્ન આવે છે તો પરત લેવાશે નહીં. આ બાબતે કમિટી પણ બનાવાશે અને વેચેલા માલમાં જે ખોટી રીતે ભાવ ડિફરન્સ કરીને વીવરોના ખોટી રીતે પૈસા કાપે છે એ પણ નહીં કાપવા દેવા બાબતે આ કમિટી કામ કરશે.