સુરત: શહેર ન્યૂ સિવિલની હોસ્પિટલના F-2 વોર્ડમાં નવસારીના યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વહેલી સવારે 5:30ની આસપાસ યુવાને મોતને વહાલું કર્યું હતું. ડોક્ટરો અને પરિચારિકાઓ ઉંઘતા હતા ત્યારે યુવાને આ પગલું ભર્યું. સાદું પિંડ ખરાબ થઈ જતા મયુર પટેલ નામના યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સૌથી મોટો સવાલ એ છે કે, હોસ્પિટલના વોર્ડમાં યુવકે આપઘાત કર્યો અને ડોક્ટર કે પરિચારિકાઓને ખબર પણ ના પડી. વોર્ડમાં ફાંસો ખાધોએ ગંભીર બાબત છે. હવે લોકો કહી રહ્યા છે કે, જવાબદાર વ્યક્તિ નાના કર્મચારીઓના માથે દોષનો ટોપલો નાખી ઘટનાનું પડીકું વાળી દેશે. જો કે તપાસ બાદ જ સામે આવશે કે, યુવાને આ પગલું કેમ ભર્યું અને ડોક્ટરોની બેદરકારી કેટલી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ
ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે અને 68 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,19,264 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,996 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,93,112 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 207,71,62,098 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 24,43,064 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા છે.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
- 12 ઓગસ્ટે 16,561 નવા કેસ નોંધાયા હતા.
- 11 ઓગસ્ટે 16, 299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોના મોત થયા હતા.
- 10 ઓગસ્ટે 16,047 નવા કેસ નોંધાયા અને 54 દર્દીના મોત થયા.
- 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 8 ઓગસ્ટે 16,167 નવા સે નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.
- 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.
- 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
- 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.