સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ, ભાજપના નેતાના ઘરને બનાવ્યું નિશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2020 04:58 PM (IST)
સોનાના ઘરેણાં મળી કુલ 2.25 લાખની ચોરી થઈ છે. શિયાળો જામ્યો નથી અને તસ્કરોએ ભાજપ નેતાના ઘરને નિશાન બનાવ્યું છે.
સુરત: સુરતમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. તસ્કરોને જાણે પોલીસનો ખૌફ જ ન હોય તેમ કોઇ પણ વ્યક્તિના ઘરમાં હાથ સાફ કરી રહ્યા છે. સુરત જિલ્લા ભાજપ મહામંત્રી ભરત પટેલના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ભાજપના નેતાના ઘરને નિશાન બનાવ્યું હતું. સુરત જિલ્લા ભાજપ મહામંત્રી ભરત પટેલના ઘરે તસ્કરો ત્રાટકયા હતા. માંગરોળના નૌગામા ગામે ભાજપ નેતાના ઘરે દોઢ લાખ રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 2.25 લાખની ચોરી થઈ છે. શિયાળો જામ્યો નથી અને તસ્કરોએ ભાજપ નેતાના ઘરને નિશાન બનાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ હાથ ધરી છે.