Jammu Kashmir Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા હતા. સુરતના એક યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું આતંકી હુમલામાં મોત થયું છે. સુરતથી મુંબઈ સ્થાયી થયેલા શૈલેષ કળથિયાનું મોત થયું છે. શૈલેષભાઇ પત્ની અને સંતાનો સાથે કશ્મીર ફરવા ગયા હતા. શૈલેષ કળથિયા ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા. તેઓ બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા હતા. ભાવનગરના પિતા પુત્ર મોરારિબાપુની કથામાં ગયા હતા. કથા પૂર્ણ થયા બાદ તેઓ શ્રીનગર ફરવા ગયા હતા.

આતંકી હુમલામાં સુરતના શૈલેષ કથળિયાનું મોત થયું હતું. મૃતક શૈલેષના પિતા હિંમતભાઈ કથળિયા મોટા વરાછા પહોંચ્યા હતા. પુત્રના મોતથી પિતા હિંમતભાઈ કથળિયા ભાંગી પડ્યા હતા. મૃતક શૈલેષ કથળિયા ચાર બહેનની એકનો એક ભાઈ હતા. શૈલેષ કથળિયા પત્ની અને બે સંતાન સાથે ફરવા ગયા હતા. શૈલેષ કથળિયાનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસના એક દિવસ પહેલા આતંકી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ જન્મદિવસ મનાવવા પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ગયા હતા.

ભાવનગરના પિતા પુત્રનું મોત

આતંકી હુમલામાં ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમનો દીકરો સ્મિત પરમાર બંનેના મોત થયા છે. 16 એપ્રિલના રોજ તેઓ મોરારીબાપુની કથા સાંભળવા માટે શ્રીનગર જવા માટે નીકળ્યા હતા. ગઈકાલે કથા બાદ પરિવાર ફરવા માટે પહલગામ ગયા હતા અને જ્યાં અચાનક આંતકવાદી દ્વારા હુમલો કરવામાં આવતા પિતા- પુત્રના પણ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું છે. તેઓ મૂળ સુરતના વરાછામાં આવેલા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હતા. જો કે થોડા સમયથી તેઓ મુંબઇ ખાતે રહેવા માટે ગયા હતા.                            

નેતાઓએ કાર્યક્રમો કર્યા રદ

પહલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોતથી રાજ્યમાં શોક ફેલાયો હતો. રાજ્ય સરકારના મંત્રી અને નેતાઓએ કાર્યક્રમો રદ્દ કર્યા હતા. જાહેર કાર્યક્રમો અને સૂમહ લગ્નોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે નહીં. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટણનો આજનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોડાસામાં ભાજપનો કાર્યક્રમ રદ કર્યો હતો.