Surat: સુરત જિલ્લામાં સામાન્ય બાબતને લઇને ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ફાયરિંગ કરનાર સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના પલસાણાના તુંડી ગામે ક્રિકેટ રમવા બાબતે બબાલ બાદ ફાયરિંગ કરવામા આવ્યું હતુ. વિકાસ તોમર નામના યુવકે ફાયરિંગ કર્યાનો આરોપ છે. આરોપી યુવકે પોતાની પિતાની ગનમાંથી ફાયરિંગ કર્યું હતું જેમાં તેના સહિત કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા.


સુરતના પલસાણામાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે. તુંડી ગામે ફાયરિંગની ઘટના બની હતી. દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી. વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટ મામલે ઝઘડો થયો હતો. વિકાસ TSS સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનનો પુત્ર છે.


ઝઘડાને પગલે કેટલાક લોકો વિકાસને ઘરે પહોંચ્યા હતા. ટોળાને જોઇને ગભરાયેલા વિકાસે પોતાના પિતાની ગનમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા લોકો ભાગવા લાગ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.


ફાયરિંગની ઘટનાની જાણ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ફાયરિંગમાં ઇજા પામેલા લોકોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


સુરતમાં પત્ની પીડિત પતિઓનું પ્રદર્શન


ગુજરાતના સુરતમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસને લઈને પત્ની પીડિત પતિઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવાની માંગ કરી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.


સુરતના અઠવા લાઈન્સ સર્કલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનું કારણ બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા હતી, જેમણે આત્મહત્યા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેમની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે, જેમાં કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા વિશેષ અધિકારોના દુરુપયોગની વાત કરવામાં આવી રહી છે.


દેખાવકારોએ હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કર્યો હતો. કેટલાક પ્લેકાર્ડ પર 'પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે' લખેલું હતું, જ્યારે અન્ય લોકોએ 2014 થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના આંકડા દર્શાવ્યા હતા. કોઈએ સરકારને પુરુષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી હતી, તો કોઈએ 'નકલી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે' એવું લખ્યું હતું. કેટલાક પ્લેકાર્ડ પર 'મેન નોટ એટીએમ' લખેલું હતું, જેના દ્વારા આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી.


Surat: પતિએ પત્નીની કરી ક્રુર હત્યા, બે દીકરીઓની નજરની સામે પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી