ડેડીયાપાડાઃ નર્મદા જિલ્લામાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. જિલ્લાના ડેડીયાપાડાના ચિકદા પેટ્રોલ પંપના કેશિયર પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી છે. કેશિયર 8 લાખ રૂપિયા લઈને ઉમરપાડા બેંકમાં કેશ ભરવા જતો હતો, તે સમયે બે યુવાનો બાઇક પર પીછો કરી 2 કિમિ દૂર જઈ હુમલો કર્યો હતો.
કેશિયર પર છરીથી હુમલો કરી લૂંટારા રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બે યુવાનો 8 લાખ રૂપિયા લઈને ભાગી ગયા છે. ડેડીયાપાડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં ઇજાગ્રસ્ત કેશિયર સારવાર હેઠળ છે.
પોલીસ ચોરોનું પગેરું શોધવા દોડધામ હાથ ધરી છે.
નર્મદાઃ ધોળા દિવસે પેટ્રોલપંપના કેશિયરને છરીના ઘા મારી 8 લાખની લૂંટ, બે યુવકો લૂંટ કરી ફરાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Oct 2020 02:22 PM (IST)
કેશિયર પર છરીથી હુમલો કરી લૂંટારા રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બે યુવાનો 8 લાખ રૂપિયા લઈને ભાગી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -