સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ પછી સુરત જિલ્લામાં કોરોનાના કેસો સૌથી વધુ છે, ત્યારે આજે બપોર સુધીમાં સુરત જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા છે. આજે નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો કામરેજમાં નવા 6 મળી કુલ 121 , પલસાણામાં નવા 3 મળી કુલ 52 , ઉમરપાડામાં નવા 3 મળી કુલ 19 અને ઓલપાડમાં નવા 3 મળી કુલ 74 કેસ નોંધાયા છે. માંડવીમાં નવા 2 મળી કુલ 17, બારડોલીમાં નવો 1 મળી કુલ 19 અને ચોર્યાશીમાં નવો 1 મળી કુલ 57 કેસ નોંધાયા છે.


નોંધનીય છે કે, ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 152 કેસ નોંધાયા હતા. જેની સામે 76 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે સુરત જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 11 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 5 અને જિલ્લામાં 1નું મોત થયું હતું.

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 28429 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 20521 દર્દી સાજા થયા છે.