સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. નવસારી શહેરમાં આવેલા કાછીયાવાડી વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ આવેલો દર્દી સુરતના પાંડેસરા ખાતે કેમિકલ ફેક્ટરીમાં કામ કરે છે.દર્દીને હાલ covid-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


આ સિવાય બીલીમોરાના દેવસર ખાતે પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલી ૧૮ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રીજા કેસની વાત કરીએ તો નવસારી શહેરમાં આવેલા અંકિતા અપાર્ટમેન્ટમાં રહેતા ૭૭ વર્ષીય વૃદ્ધ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, જિલ્લામાં દિવસની શરૂઆત થતાની સાથે ૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ આંક ૪૩ એ પહોંચ્યો છે.



રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.