સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અમદાવાદ કરતાં સુરતમાં વધુ કેસ નોંધાયા હતા. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે સરકાર પણ ચિંતિત બની છે, ત્યારે આજે પણ સુરત ગ્રામ્યમાં કોરોનાના વધુ 38 કેસ નોંધાયા છે. કામરેજમાં 13, ચોર્યાશીમાં 06, ઓલપાડમાં 7 , માંગરોળમાં 05 અને પલસાણામાં 07 કેસ નોંધાયા છે. આમ, જિલ્લાનો આંક 625એ પહોંચ્યો છે. આજ સુધીમાં કુલ 19 લોકોના મોત થયા છે.
ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 191 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 179 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ સુરત ગ્રામ્યમાં 36 કેસ નોંધાયા હતા. જ્યારે 26 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એટલું જ નહીં, ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 3 અને સુરત ગ્રામ્યમાં 1નું મોત થયું હતું. તેમજ ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં કોરોનાના 1456 એક્ટિવ કેસો હતો. જ્યારે જિલ્લામાં કુલ 167 લોકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 3634 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કેરઃ આજે વધુ 38 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2020 12:32 PM (IST)
કામરેજમાં 13, ચોર્યાશીમાં 06, ઓલપાડમાં 7 , માંગરોળમાં 05 અને પલસાણામાં 07 કેસ નોંધાયા છે. આમ, જિલ્લાનો આંક 625એ પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -