સુરતીઓ માટે સારા સમાચાર, જાણો કઈ મેમુ ટ્રેન આજથી શરૂ થતાં લોકોને થઈ મોટી રાહત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2021 10:02 AM (IST)
મુંબઇ ડિવિઝન દ્વારા આજથી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે. દસ મહિના બાદ આજથી ફરીથી સુરત-વલસાડ મેમુ ટ્રેન દોડશે. 23મી માર્ચ 2020થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ થશે.
ફાઇલ ફોટો.
સુરત: ગુજરાતમાં આપડાઉન કરતા હજારો મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇ ડિવિઝન દ્વારા આજથી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડાવાનો નિર્ણય કરાયો છે. દસ મહિના બાદ આજથી ફરીથી સુરત-વલસાડ મેમુ ટ્રેન દોડશે. 23મી માર્ચ 2020થી બંધ થયેલી ટ્રેન આજથી શરૂ થશે. રોજીંદા નોકરી માટે આપડાઉન કરતા હજારો મુસાફરોને રાહત મળશે. ટ્રેન દરરોજ સવારે 9.20 કલાકથી ઉપડી 11.35 કલાકે વલસાડ પહોંચશે. ત્યાર બાદ 3.35 કલાકે વલસાડથી ઉપડી સાંજે 5.33 કલાકે સુરત પહોંચશે. મેમુ ટ્રેન શરૂ થતાં હજારો મુસાફરોને પડતી હાલાકીથી છુટકારો મળશે.