સુરતઃ શહેરના કતારગામમાં 15 વર્ષીય કિશોરી પર યુવકે સોશિયલ મીડિયા થકી મિત્રતા કરી બળાત્કાર ગુજાર્યો હતો. કતારગામ પોલીસે નરાધમ બળાત્કારીની ધરપકડ કરી છે. કિશોરી ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો હતો. યુવકે કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી દુષ્કર્મ આચર્યું હતું.
આરોપી યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતા કરી હતી.
ઘટનાની જાણ પરિવારજનોને થતા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જેમાં પોલીસે યુવક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીને પેટમાં દુઃખાવો થયા બાદ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.
કિશોરીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ કોઈને પણ જાણ ન કરી હતી. આરોપી વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તેની પર કાયદેસરની કાર્યવાહી કરી છે.
સુરતઃ યુવકે 15 વર્ષીય સગીરાને મિત્રના ઘરે લઈ જઈ બાંધ્યા શરીરસંબંધ, પરિવારને કેવી રીતે પડી ખબર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2021 02:14 PM (IST)
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતા કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -