સુરતઃ ઓલપાડના દાંડીમાં બે બાઇક સામ સામે અથડાતા એક યુવકનું મોત થયું છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી વિગતો દાંડીથી સુરત જતા માર્ગમાં પેશન બાઇક નંબર જીજે-5, પીઆર 7717 નંબરના બાઇક અને અન્ય બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તમામ ઘાયલોને 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.