સુરતઃ કામરેજના કોસમાડા ગામે પૌત્રે દાદાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ફોર્ચ્યુનર કારની ચાવી દાદાએ લઈ લેતા હત્યા કરી નાંખી હતી. 5 દિવસ અગાઉ દાદાએ કારમાં બહારગામ જવું હતું. પૌત્રે નહીં લઈ જતા દાદાએ કારની ચાવી લઈ લીધી હતી. પૌત્રે ઉશ્કેરાટમાં આવી જઈ દાદાને લાકડાના ફટકા માર્યા હતા.


પૌત્રે હુમલો કરતાં દાદાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થયું છે. આરોપી પૌત્રના પિતા અમેરિકા ખાતે નોકરી કરે છે. દાદા અને પૌત્ર કોસમાડા ગામ ખાતે ખેતી કરતા હતા. આરોપી પૌત્રની કામરેજ પોલીસે ધરપકડ કરી છે.