સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની લાશ મળી હતી. ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક યુવતીની ઉમર 25 વર્ષ હોવાનુ જાણવા મળી રહ્યું છે. યુવતીના શરીર પર ઈજાના નિશાન નથી જોવા મળ્યા.મૃતક યુવતીની ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
હજી તો મૃતક યુવતીની હત્યા કે આત્મહત્યાનો ભેદ નહોતો ઉકેલાયો તેવામાં 200 મીટરના અંતરે વધુ એક યુવકની લાશ મળતા ચોક બજાર પોલીસ દોડતી થઇ હતી. બબ્બે લાશ મળતા પોલીસ માટે તપાસનો વિષય છે. આખરે હત્યા કે આત્મહત્યા અંગેનું સસ્પેન્સ યથાવત છે. બંને ડેડ બોડી પી.એમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પીએમ બાદ સાચી હકીકતો સામે આવશે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન
હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ એકા-એક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હારીજમાં ફરી એકવાર કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. પાટણમાં પણ હળવા પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. દિવસભરના ઉકળાટ બાદ હારીજમાં વરસાદના આગમનને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તારીખ પછી વાવણી કરવા અંબાલાલ પટેલની સલાહ
હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ખેડૂતોને 15 જૂન પછી વાવણી કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલના મતે અંદામાન- નિકોબારમાં ચક્રવાત ઉભુ થતા કેરળમાં ચોમાસુ મોડુ આવશે. કેરળમાં 5થી 15 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે. અંદામાન- નિકોબારમાં જ ચોમાસાની ગતિ નબળી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસી ગયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ બેસે છે. એટલે જો કેરળમાં મોડુ બેસે તો ગુજરાતમાં પણ ચોમાસુ મોડુ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ છે કે 15 જૂન બાદ વાવણી કરવી વધુ હિતાવહ છે. 15 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન પ્રમાણમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 8 ઓગસ્ટ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.