ભરુચઃ અસુરીયા જૈન આશ્રમ પાસે ટેમ્પોની ટક્કરે બે સાધ્વીજીના કરુણ મોત થયા છે. સવારે 5.30 વાગ્યે આ ઘટના બની હતી. સવારે જૈન આશ્રમમાંથી બહાર આવતી આ સાધ્વીજીને ટેમ્પોએ ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે.


આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સવારે જીજે 18 એઝેડ 7901 નંબરની આઇસરે રસ્તા પર જઈ રહેલા આ બંને સાધ્વીજીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.