નર્મદાઃ નાંદોદ તાલુકાના જુના ગુવાર ગામે ઝૂંપડાની બહાર લાઈવ વીજ વાયર તૂટેલો પડેલ હતો, જેને પકડતા 55 વર્ષ ના દાદી અને 9 વર્ષની પૌત્રીનું મૃત્યુ નીપજ્યું હતું. વીજ કંપનીની બેદરકારી સામે આવે તેવો કિસ્સો નર્મદા જિલ્લામાં સામે આવ્યો છે. ઝુંપડાની બહાર લાઈવ વાયર તૂટેલો પડેલ હતો અને પહેલા છોકરીએ વાયર પકડ્યો ત્યાર બાદ એની દાદીએ વાયર પકડતા બંને ના મોત નિપજ્યા છે.



Panchmahal : ખાટલામાં સૂતેલા બાળકને ઉઠાવી જઈ માનવભક્ષી દીપડાએ ફાડી ખાધો, લોકોમાં ફફડાટ


પંચમહાલઃ માનવભક્ષી દીપડાએ ચાર વર્ષના બાળકને ફાડી ખાધો છે. ઘોઘંબા તાલુકાના માલુ ગામના થાણા ફળિયાનો બનાવ છે. રાત્રિના સમયે નીંદર માણી રહેલ ચાર વર્ષના મીત રાઠવા નામના બાળકને દિપડો ઉઠાવી ગયો. ઘટનાં સ્થળેથી થોડે દુર જંગલમાંથી બાળકની લાશ મળી આવી. માતા સાથે મામાના ઘરે રક્ષાબંધન પર્વ ઉજવવા આવ્યું હતું બાળક. 


માતા સાથે ખાટલામાં સુતા બાળકને મધરાત્રીએ દિપડો ઉઠાવી ગયો હતો. પરિવારે રાત્રે જાગી કર્યો દિપડા નો કર્યો હતો પીછો. પોલીસ અને વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા છે. બાળકના મૃતદેહને પોસમોટર્મ માટે લઈ જવાયો. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. 


દાંતાના મોકડચંપા રોડ પર અચાનક આવી ગયો મસમોટો મગર, લોકો જોઈ ગયા ને પછી.....

 

બનાસકાંઠાઃ દાંતા તાલુકામા મોકડચંપા રોડ પર મગર દેખાયો હતો. વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી મગર ને ધરોઈ ડેમમાં છોડાયો છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગ એ મગરનું રેસ્ક્યુ કરી પકડ્યો હતો. ધરોઇના પાછળના ભાગે આવેલ જોરાપુરા ડેમની સીમમાં છોડવામાં આવ્યો.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24  કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.


નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી  અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં  સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.


સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો.


ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા  બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.