સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં કરોડોના ખર્ચે બનેલી રહેલા ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારીને કારણે બેનાં મોત નિપજ્યાં હતાં. ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરો દબાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.


સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ડાયમંડ બુર્સમાં એન્જિનિયર અને સુપરવાઈઝરની બેદરકારી સામે આવી હતી જેના કારણે ખાડો પૂરતી વખતે માટી ધસી પડતાં બે મજૂરોના મોત નિપજ્યાં હતાં.

વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ ડાયમંડ બુર્સમાં કામ ચાલુ રહેતા મજૂરો કામનો કોળિયો બની ગયા હતાં. ગટરના કામ માટે ખોડેલા 15 ફૂટ ઊંડા ખાડામાં લેવલિંગ કરવા ઉતરેલા 6 પૈકી 2 ઉપર માટી ધસી પડી હતી. જેના કારણે બે મજૂરોના મોત નિપજ્યાં હતાં.

ડાયમંડ બુર્સમાં કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસી રહ્યો હતો છતાં પણ કામ બંધ કરાવ્યું ન હતું જેના કારણે ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હતું. આ ઘટના સર્જાતાં જ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જોકે બન્નેના મોત નિપજ્યાં હતાં.

પોલીસે બેદરકાર સુપરવાઈઝર અને એન્જિનિયરની વિરુદ્ધ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. આ ઘટના સર્જાઈ ત્યારે લોકોનાં ટોળાં વળ્યાં હતાં. છેલ્લા ઘણાં સમયથી કરોડો રૂપિયાની બની રહેલી ડાયમંડ બુર્સનું કામ ચાલી રહ્યું છે. આ ઘટનાની આખા સુરતમાં ચર્ચાનો વિષય બની હતી.