વલસાડઃ વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ધરમપુરના 75 વર્ષીય નિવૃત્ત વનકર્મીને પર સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પુત્રીઓએ ઝડપી પાડતાં હોબાળો મચી ગયો હતો. ધરમપુર વાંકલ ગામે આવેલી એક હોટેલ & ગેસ્ટહાઉસના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


નિવૃત્ત સરકારી કર્મચારીને 50 વર્ષીય વિધવા સાથે લફરું હતું. લફરાબાજ પિતાને ત્રણ પુત્રીઓએ એક હોટલના રૂમમાંથી વિધવા સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને મહિલાની ધોલાઇ કરી નાંખી હતી. પ્રેમિકાને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ પુત્રીએ લાફા મારી દીધા હતા. 


આ ઘટનાનો હોટલની અંદર રૂમનો વિડિયો વાયરલ થયો છે. મહિલાને માર મારવાનો વિડીઓ વાયરલ થયો છે. વલસાડના વાંકલ ધરમપુર રોડ ઉપર આ હોટલ આવેલી છે. મહિલાના કપડાં પણ કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હતા. પુત્રીઓએ પિતા અને પરસ્ત્રીને માર મારવાનો વિડિયો વાયરલ થયો છે. હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વિડિયો વાયરલ થઈ થઈ રહ્યો છે. નિર્વસ્ત્ર કરી જાહેરમાં બહાર મહિલાને લઈ જવામાં આવી હતી. 


આ અંગેની વધુ વિગતો એવી છે કે, 75 વર્ષીય નિવૃત્ત કર્મીને ત્રણ પુત્રીઓ છે. જેમાંથી બે પરણીત છે, જ્યારે એક અભ્યાસ કરે છે. રંગીન મીજાજી નિવૃત્ત સરકાર કર્મચારીને 50 વર્ષીય વિધવા સાથે લફરું હતું. વૃદ્ધ તેને મળતા પેન્શનના નાણા આ મહિલા પાછળ ખર્ચી નાંખતો હતો. જેને કારણે પત્ની-પુત્રીને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે પુત્રીઓએ પિતાને ટકોર કરી હતી. પરંતુ તેમણે આવું કંઇ ન હોવાનું જણાવ્યું હતુ. 


બીજી તરફ પુત્રીઓએ પિતા પર નજર રાખવાનુ સરૂ કર્યુ હતું. દરમિયાન પિતા વલસાડ-ધરમપુર રોડ પર આવેલી હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં થોડીવારમાં મહિલા પણ આવી પહોંચી હતી. આ પછી બંને રંગરેલિયા મનવવા હોટલના રૂમમાં ગયા હતા. આ જ સમયે ત્રણેય દીકરીઓ આવી ચડી હતી અને હોબાળો મચાવી દીધો હતો.