સુરત: રાજ્યમાં ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનો અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે. તેમની સામે લાંચ લેવાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે.  હવે આવી ઘટના સામે આવી છે સુરતમાં, જ્યાં તોડ કરતા ટીઆરબી જવાનનો વીડિયો વાયરલ થયો છે. સામાન્ય લોકો પાસેથી તોડ કરતા ટીઆરબી જવાનોની હરકત કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિક નાગરિકે વીડિયો બનાવી વાયરલ કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. 


 



હજીરા પોંઇટ ઉપર ફરજ ન હોવા છતાં ટીઆરબી જવાન ત્યાં ઉભો રહી તોડ કરી રહ્યો હતો. આ અંગે જ્યારે સ્થાનિક નાગરિકે વિડીયો બનાવ્યો ત્યારે ટીઆરબી જવાને તેનો મોબાઈલ આંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદ આરોપી જવાન કેમેરાથી મો સંતાડી ભાગી ગયો હતો. નોંધનિય છે કે, ટ્રાફીક પોલીસની કામગીરી સામે મંત્રી કુમાર કાનાણીએ પણ ફરિયાદ કરી હતી. ટ્રાફીક વિભાગમાં આટલી બધી લોલમલોલ ચાલતી હોવા છતા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. 


વડોદરામાં બેકાબુ કારે ટક્કર મારતા દાદા અને પૌત્રનું મોત


વડોદરા: શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે કુનાલ ચાર રસ્તા જવાના રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર(નંબર GJ06 L k 1303)ના ચાલકે કાબુ ગુમાવતા ઉર્વશી ડુપ્લેક્સ પાસે કારનો અકસ્માત થયો હતો. આ કાર જીઇબીના થાંભલા સાથે અથડાયા બાદ ઉર્વશી ડુપ્લેક્ષના ગેટ બહાર ઉભેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં બે વર્ષના પૌત્ર રાજવીર જોગરાણા અને તેમના દાદા 61 વર્ષીય દાદા કાનજીભાઈ જોગરાણાનું મૃત્યુ થયું છે. પૌત્ર અને દાદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે. 


આ ઉપરાંત જે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી તે લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેની વધુ તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પૂજા તિવારી દ્રારા આગળની તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષ દર્શીએ કાર ચાલક તેમજ કારમાં બેસેલા બંને યુવકો દારૂના નશામાં ચૂર હોવાનું જણાવ્યું છે. અકસ્માત બાદ કારમાં બેસેલા બંને યુવકો દારૂની બોટલ લઈને ફરાર થઈ ગયા હતા. લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પર પહોચી ફરાર ચાલક અને કારમાં સવાર લોકોની તપાસ આરંભી છે.