SURAT : સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આજે મોટો ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે ગ્રીષ્માની હત્યા કરનારા હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે ચુકાદો આપતા આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણાવ્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે ચુકાદાને અનેક લોકો બિરદાવી રહ્યા છે.


બીજી બાજુ ગ્રીષ્માનો પરિવાર આજે પણ ગ્રીષ્મા ગાળેલા જુના સંસ્મરણો  સાથે ગ્રીષ્મા વગર દિવસો પસાર કરી રહ્યો છે. આજે જયારે ગ્રીષ્મા હત્યા કેસમાં મોટો ચુકાદો આવ્યો છે ત્યારે ગ્રીષ્માની નાની બહેને ગ્રીષ્મા અને પરિવાર સાથેનો એક વિડીયો બનાવી શેર કર્યો છે. આ વિડીયોમાં તેણે લખ્યું છે, “મિસ યુ ગ્રીષ્મા દીદી!”ગ્રીષ્માની યાદમાં નાની બહેને બનાવેલો વિડીયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ આ વિડીયો







આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે આજે કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે. દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજશ્રી કોર્ટમાં આવ્યા આવ્યા પછી તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું. કોર્ટમાં સરકારી વકીલ, ગ્રીષ્માનો પરિવાર, અને આરોપી ફેનીલ હાજર રહ્યાં હતા. આરોપી ફેનીલને કઠેલામાં ઉભો રખાયો છે. જજ વિમલ કે. વ્યાસે  ચુકાદો વાંચી સંભળાવતા આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.


આજે ચુકાદો આવવાનો હોવાથી કોર્ટ પરિસર પોલીસ છાવણી માં ફેરવાયું હતું. આરોપી ફેનીલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આરોપી ફેનીલ હસતો હસતો કોર્ટમાં આવ્યો. આજે સજાનું એલાન થયું હોવા છતાં તેના  ચહેરા પર કોઈ ગમ દેખાયો ન હતો.