સુરતમાં ગણેશ વિસર્જન બાદ જે લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો હોય તો તે લોકો તાત્કાલિક સારવાર કરાવે તેવી મનપાએ અપીલ કરી હતી. આ વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી જાહેરમાં કરવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી પરંતુ કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ કર્યું ન હતું. જેના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા છે.
કોરોના સંક્રમણને કારણે જે પણ સોસાયટીમાં લોકોએ સાર્વજનિક રીતે ગણેશ વિસર્જન કર્યું હોય તેવી સોસાયટીઓમાં જો શરદી-ખાંસીનાં લક્ષણો જણાય તો તુરંત જ સારવાર લેવા માટે મનપાએ અપીલ કરી છે. જેથી તાત્કાલિક નિદાન કરી શકાય.
નોંધનીય છે કે, સુરતમાં અત્યાર સુધીમાં 22469 કેસ નોંધાયા છે જેમાં 667 લોકોનાં મોત નિપજ્યાં છે.