સુરતઃ સુરતમાં ચાલુ બાઈકે યુવક પાછળ બેઠેલી પોતાની પ્રેમિકાને ખેંચીને આઘળ લે છે અને પછી તેને ચાલુ બાઈક પર કિસ કરે છે એવો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર કપલે આ વીડિયો મૂક્યો છે ને તેની સાથે ‘મેરે જૈસા ઈશ્ક મેં પાગલ, ફિર તુમ્હેં મિલા ના મિલે’ ગીત વાગે છે.   આ કપલનો વિડીયો જોરદાર વાયરલ થતાં અડાજણ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.


આ યુવકનું નામ અબ્દુલ મલેક અને યુવતી તેની પત્ની હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. અબ્દુલ મલેકે પત્નિને જોખમી રીતે કિસ કરતચો વીડિયો ગત 5 માર્ચે સવારે 8 કલાકે બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.


આ વીડિયો અબ્દુલ મલેકે પાલ વિસ્તારનો છે. આ વીડિયોમાં અબ્દુલ મલેક અને તેની પત્નિ  ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં નજરે પડ્યા છે.  નંબર વગરની સ્પોર્ટસ બાઈક પર પાછળ બેઠેલી યુવતીને યુવક પાછળ હાથ લઈ જઈને ખેંચે છે અને યુવતી સરળતાથી  ચાલુ બાઈકે આગળ આવી જાય છે. એ પછી યુવક પત્નિને  કિસ કરે છે. કે યુવતી જ્યારે ચાલુ બાઈકે આગળ આવે છે. ત્યારે યુવક એક હાથે બાઈક ચલાવે છે અને એકાદ સેકન્ડ માટે બાઈક પરનો કાબૂ પણ ગૂમાવે છે. બાદમાં બાઈક પર કાબૂ મેળવી લે છે. કપલના આ જોખમી સ્ટંટના કારણે દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત. ત્યારે આ પ્રકારે જાહેરમાં અશ્લીલ હરકત કરી વીડિયો બનાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે.