સુરતઃ દારૂ-જુગારની લતે ચઢી દેવાળીયા થયેલા પતિએ ઘરમાં જ જુગારધામ શરૂ કરનારા યુવકે પોતાના બાઈની પત્નિ સાથે શારિરિક સંબંધો બાંધ્યા પછી તેને લઈને ભાગી ગયો હતો. નાના ભાઈની પત્નિ સાથેના સંબંધોના કારણે પત્નિને શારિરીક-માનસિક ત્રાસ આપીને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતા પત્નિએ પુણા પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. આ દંપતિને બે સંતાનો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર-મહુવાની વતની યુવતીનાં લગ્ન 10 વર્ષ અગાઉ રત્નકલાકાર વિપુલ વનમાળી ચૌહાણ (રહે. ભાણવડ, તા. મહુવા, ભાવનગર) સાથે થયાં હતાં દંપતિને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડા જ સમયમાં વિપુલે દારૂ-જુગારની લતે ચઢી જઈ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

વિપુલે નોકરી પણ છોડી દીધી હતી. બેકાર બનેલા વિપુલે પૈસાની માંગણી કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતા મામલો મહુવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વડીલોની દરમ્યાનગીરીથી સમાધાન થતાં યુવતી પતિ વિપુલ સાથે વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેવા આવી ગઇ હતી. જો કે વિપુલે જુગાર રમવાનું ચાલુ રાખતાં દેવું થઇ ગયું હતું અને ઉઘરાણી માટે લેણદારો ઘરે આવતા હોવાથી પુણા વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા.

વિપુલ અને દિયર મેહુલે આ ભાડાના ઘરમાં પણ જુગારધામ શરૂ કરી દીધું હતું. આ દરમ્યાનમાં વિપુલ અને મેહુલની પત્નીની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. વિપુલ મોટા ભાગનો સમય તેના ભાઇના ઘરે પસાર કરતો હતો અને નાના બાઈની પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો.

લોક્ડાઉન શરૂ થતા મેહુલ અને તેની પત્ની સાથે વિપુલ પણ વતન ચાલ્યો ગયો હતો. 14 જૂને વિપુલ પરત આવ્યો હતો અને યુવતીને છુટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતાં વિપુલ ભાની પત્નિ સાથે ભાગી ગયો હતો. બંને ઓલપાડમાં રહેતાં હોવાની ખબર પડતાં યુવતી 16 જુલાઇએ ઓલપાડ ગઇ હતી. તેણે વિપુલ અને તેની પ્રેમિકાને સાથે નાસ્તો કરતા જોતાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.

પોલીસ આવીને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં પણ વિપુલે પત્નિને માર માર્યો હતો. આ મુદ્દે વિપુલના પરિજનોએ સમાધાન કરવાનું કહેતાં બધાં સંબંધીના ઘરે ભેગા થયા હતા. સંબંધીના ઘરે પણ વિપુલે પત્નિનું ગળુ દબાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતાં યુવતીએ પુણા પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે પતિ વિપુલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સુરતમાં કેટલા ડોક્ટર્સને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત

સુરતઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સુરત શહેરમાં કોરોનાના ચેપમાં વોરિયર્સ સપડાયા છે. ગઇકાલે મનપાના બે સેનેટરી ઇન્સ્પેક્ટર પોઝિટિવ આવ્યા હતા. તેમજ સિવિલના વધુ બે તબીબો પણ ચેપગ્રસ્ત બન્યા છે. સિવિલ હોસ્પિટલના નર્સ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉત્રાણ હેલ્થ સેન્ટરના નર્સ સહિત અનેક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. વોરિયર્સમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધતું તંત્રની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1026 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં વધુ 34 લોકોના મોત થયા છે. 744 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 36403 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 50465 પર પહોંચી છે.