Surat News; ડાયમંડ નગરી સુરતના વરાછા રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન માટી ધસી પડતા શ્રમિકનું મોત થયું છે. લંબે હનુમાન રોડ પર ઘટના બની છે. કામદાર રાજીદ આલમનું મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. વરાછા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી છે.  


મૃતક બિહારનો વતની


વરાછામાં લંબેહનુમાન રોડ પર શનિવારે સાંજે મેટ્રોની કામગીરી દરિમાયન જે.સી.બી.થી  ખોદકામ વેળા અચાનક માટી ધસી પડતા યુવાન દબાઇ જતા મોતને ભેટયો હતો. વરાછામાં લંબેહનુમાન રોડ સૈફી સોસાયટી નજીક રહેતો 21 વર્ષનો રાજીદ મુકમુદીન આલમ શનિવારે સાંજે રહેણાંક નજીક મેટ્રોની કામગીરીમાં વ્યસ્ત હતો. ત્યાં જે.સી.બી મશીન વડે ખોદકામ કરવાનું કામ ચાલતુ હતું ત્યારે અચાનક માટી ધસી પડતા રાજીદ દબાઇ ગયો હતો. જેથી દોડધામ થઇ ગઇ હતી. હાજર વ્યકિતની નજર પડતા દોડી આવીને રાજીદને બહાર કાઢીને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજીદ મુળ બિહારના કઠીહારનો વતની હતો. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.


સુરતમાં જીમ ટ્રેનરે મહિલા પર આચર્યું દુષ્કર્મ


સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી છે. બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો રહેણાંક વિસ્તારના એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા  સાથે થયો હતો. જીમ ટ્રેનર તેને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં કૌશરની ઓફિસ અને ઘરે બંને વચ્ચે અનેક વખત એકાંત માણ્યું હતું. તેણી કૌશર સાથે જીવન વીતવવા ઇચ્છતી હોવાથી જાન્યુઆરી 2022 માં પતિને છુટાછેડા આપી કૌશરના ઘરે લીવ ઇનમાં રહેતી હતી. બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ કૌશર અને તેની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ કૌશર અને તેની પત્ની તેને મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી તેણે દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કૌશર જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં કેબલ નેટવર્કનો પણ ધંધો કરે છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial