મુંબઈ: સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળેલી એક્ટ્રેસ સુરવીન ચાવલાની પાંચ મહિનાની દિકરી ઈવાએ નાની ઉંમરમાં જ ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું છે. સુરવીનની નાની પ્રિંસેસ ઈવાએ બેબી વેલનેસના પ્રોડક્ટસના એડવર્ટિઝમેન્ટ દ્વારા ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું છે.


સુરવીને પોતાની છોકરીના એડવર્ટિઝમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યોં છે. વીડિયોમાં સુરવીન પણ પોતાની છોકરીની સાથે જોવા મળી રહી છે. સોશિયલ મીડિયમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.




સુરવીને દિકરીની પહેલી એડવર્ટાઈઝમેન્ટનો વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું કે ઈવા મારી આંખોનું સફરજન છે. એક્ટ્રેસ સુરવીન ચાવલા સેક્રેડ ગેમ્સ 2મા પોતાની દમદાર એક્ટિંગના કારણે ચર્ચામાં છે.