ગાંધીનગર:શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટ વન અને ટૂની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. બંને પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે.


શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાશે. ટેટ 1ની પરીક્ષા 16 એપ્રિલ અને ટેટ 2 ની પરીક્ષા 23 એપ્રિલે યોજાશે. ઉલ્લેખનિય છે કે. આ માટે ટેટ 1 ની પરીક્ષામા 87 હજાર વિધાર્થીઓ તેમજ ટેટ 2 ની પરીક્ષામા 2.72 લાખ વિધાર્થીઓ આપશે. ઉલ્લેખનિય છે કે,  છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી. આ પરીક્ષા માટેના ફોર્મ 21 ઓક્ટોબરથી  5 ડિસેમ્બર સુધી ભરાયા હતા.


શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને આપી જાહેરાત


શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી આ પરીક્ષાની  રાહ જોતા હતા.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને આ મુદ્દે માહિતી આપી છે. કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તા.23/04/2023ના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષામાં TET-1 માટે અં87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે