Manipur Violence:સીબીઆઈએ શનિવારે  બે મહિલાઓને ન્યૂડ કરીને ફેરવવાના કેસની કમાન સંભાળી છે.  આ ઘટના  4 મેના રોજ  બની હતી.  આ સાથે જ ગુનેગારોને સજા મળવાની આશા વધી ગઈ છે. આ મામલામાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે.


આ પહેલા ગુરુવારે ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે મણિપુરના વાયરલ વીડિયોની તપાસ CBI કરશે. સરકારે એમ પણ કહ્યું હતું કે તે મહિલાઓ સામેના ગુનાઓ પ્રત્યે "ઝીરો ટોલરન્સ પોલિસી" ધરાવે છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને આ કેસની સુનાવણી મણિપુરની બહાર ચલાવવાનો નિર્દેશ આપવા વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે તેણે મણિપુર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે.


મણિપુર 3 મેથી જાતિય હિંસાની આગમાં સળગી રહ્યું છે


ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે અનામતને લઈને આદેશ આપ્યો હતો. આ પછી 3જી મેના રોજ મણિપુરમાં આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસથી રાજ્ય જાતિ હિંસાની આગમાં સળગી રહ્યું છે. મેઇતેઈ અને કુકી સમુદાયના લોકો સામસામે છે. હિંસાને કારણે 160થી વધુ લોકોના મોત થયા છે. હજારો ઘરો બળી ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. વિપક્ષ મણિપુર હિંસાને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસા પર ચર્ચાની માગણી સાથે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આ મામલામાં વિપક્ષ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવી ચૂકી છે.


શું છે મણિપુર વીડિયો મામલો?


મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓનો બે મહિના જૂનો વીડિયો 19 જુલાઈના રોજ ઇન્ટરનેટ  પરથી સામે આવ્યો હતો. આ ઘટના મણિપુરમાં હિંસા ભડક્યાના એક દિવસ બાદ 4 મેના રોજ બની હતી. આ વીડિયો સામે આવ્યા બાદ  દેશભરમાં આ ઘટનાને લઇને આક્રોશ ફેલાયો છે.


આ પણ વાંચો    


Gujarat Rain Forecast: આજે ગુજરાતના આ જિલ્લા પડશે વરસાદ, હવામાન વિભાગે હળવાથી મઘ્યમ વરસાદની કરી આગાહી


Ahmedabad: ઇસ્કોન બ્રીજ અકસ્માત બાદ રાજ્ય ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, સ્પીડ સેન્સર કરાશે ઈન્સ્ટોલ


Weather Update: દેશના આ રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ


Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં વરસાદ, પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ