IND vs WI 2nd ODI:  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. બંને વચ્ચે પ્રથમ વનડે પણ આ મેદાન પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી હતી. હવે બીજી મેચ પણ આ જ મેદાન પર ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાવાની છે. બાર્બાડોસમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય સ્પિનરો ખૂબ જ અસરકારક સાબિત થયા હતા. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની જોડીએ 7 વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં માત્ર 114 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં 5 વિકેટે રનનો પીછો કર્યો હતો.


બીજી ODI ક્યારે અને ક્યાં રમાશે?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ 29 જુલાઈ, 2023ના રોજ કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમાશે.


મેચ ક્યારે શરૂ થશે?


ભારતીય સમય અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.


ટીવી પર લાઈવ કેવી રીતે જોવું?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાતી બીજી ODI મેચનું ભારતમાં દૂરદર્શન નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.


લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી બીજી ODI મેચ Jio સિનેમા અને ફેનકોડ એપ દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.


ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ ODI હેડ ટુ હેડ


આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 141મી ODI મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલી 140 મેચોમાં ટીમ ઈન્ડિયા 71 જીત સાથે આગળ છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે. આ સિવાય 4 મેચ અનિર્ણિત રહી છે અને 2 મેચ ટાઈ રહી છે.


ભારતની ODI ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જયદેવ ઉનડકટ, સંજુ સેમસન, અક્ષર પટેલ રૂતુરાજ ગાયકવાડ.


વેસ્ટ ઈન્ડિઝની ODI ટીમ


શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકિપર), બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, એલિક અથાનાજ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, ડોમિનિક ડ્રેક્સ, યાનિક કેરિયા, ગુડાકેશ મોતી, જેડન સીલ્સ, કેસી કાર્ટી, અલ્ઝારી જોસેફ, ઓશેન થોમસ, કેવિન સિનક્લોયર.