નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે. ચૌધરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ફરી વખત સત્તામાં આવશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.


ચૌધરીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે  અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે ને યોગી જીતશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  


રાજ્ય વિધાન પરિષદના સભ્ય ચૌધરીએ રવિવારે શામલી ખાતે આયોજિત એક સભામાં ચૌધરીએ કહ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.  પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમને કેમ  એવું લાગે છે કે, ઓવૈસી જનોઈ પહેરવાનું શરૂ કરી દેશે ? આ  સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, અમે અમારા એજન્ડાને આગળ વધારી રહ્યા છીએ અને  આ એજન્ડાના કારણે અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે તેથી ઓવૈસી પણ આ રસ્તે ચાલશે જ.


ચૌધરીએ કહ્યું કે,   અમારી વિચારધારાનો પ્રભાવ એવો છે કે પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારી નકલ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકો મુસ્લિમોના તૃષ્ટિકરણમાં ડૂબેલા હતા,  ફક્ત લઘુમતી અંગે બોલતા હતા,  ભગવાન રામના અસ્તિત્વનો સ્વીકાર નહોતો કર્યો અને કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રામને કાલ્પનિક ગણાવ્યા હતા એવા લોકોએ  જનોઈ પહેરવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કરી દીધું છે. 


આ પણ વાંચો


PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગોને આર્થિક મદદ કરી રહી છે, તો આજે અમે તમને આવી જ યોજના વિશે જણાવીશું. કેન્દ્ર સરકાર, જેના હેઠળ તમે સરકાર પાસેથી સંપૂર્ણ રૂ. 10,000 મેળવી શકો છો. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ-


તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે, જેના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.


યોજનાનો લાભ કોણ લઈ શકે છે?



આ યોજનાનો લાભ વાળંદની દુકાન, મોચી, પાનવાડી, ધોબી, શાકભાજી વેચનાર, ફળ વિક્રેતા, સ્ટ્રીટ ફૂડ, ચાની દુકાન અથવા કિઓસ્ક, બ્રેડ પકોડે અથવા ઇંડા વેચનાર, હોકર, સ્ટેશનરી વેચનાર આ યોજનાનો લાભ લઈ શકે છે.












 


 

 

 



 




 


 

 



 

 



 







 















 

































 

 

 




 








 













 


લોન સંબંધિત ખાસ વાતો-


સૌ પ્રથમ, લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.


આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલા આવા કામમાં રોકાયેલા હતા.


આ લોનની યોજનાનો સમયગાળો માત્ર માર્ચ 2022 સુધીનો છે, તેથી જેમને તેની જરૂર છે તેઓએ તેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.


શહેરી હોય કે અર્ધશહેરી, ગ્રામ્ય, શેરી વિક્રેતાઓ આ લોન મેળવી શકે છે.


આ લોનના વ્યાજ પર સબસિડી ઉપલબ્ધ છે, તે ત્રિમાસિક ધોરણે સીધા જ લેનારાના ખાતામાં ટ્રાન્સફર થાય છે.


ગેરંટી ફ્રી લોન મેળવો


આ સ્કીમ હેઠળ, સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરેંટી આપવી પડશે નહીં. આ સિવાય તમે માસિક હપ્તામાં લોન ચૂકવી શકો છો.


જાણો સબસિડી ક્યારે મળશે?


તમને જણાવી દઈએ કે જો વેન્ડર પીએમ સ્વનિધિ સ્કીમમાં મળેલી લોનની નિયમિત ચુકવણી કરે છે, તો તેને વાર્ષિક 7 ટકા વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. જો તમે સમયસર લોન ચૂકવશો, તો તમારી સબસિડી તમારા ખાતામાં જમા થશે.


સત્તાવાર લિંક તપાસો


આ લોન વિશે વધુ માહિતી માટે, તમે https://pmsvanidhi.mohua.gov.in/ આ લિંકની મુલાકાત લઈ શકો છો.