Salman Khan house firing:સલમાન ખાનની ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં 2 આરોપીની ભૂજથી  ધરપકડ કરવામાં આવી હતી.
ફાયરિંગ બાદ બંને આરોપીએ તાપી નદીમાં પિસ્તોલ ફેક્યાંની હકીકત સામે આવતા. બાદ મુંબઈ પોલીસે બે દિવસથી  સતત તાપીમાં શોધખોળ કરી હતી. ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધ ખોળ કરતા ગતરોજ કાર્ટિજ, પીસ્ટલ અને મેગઝિન  મળી આવી હતી. જાણીએ શું છે સમગ્ર મામલો


14 એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને મુંબઈ લાવીને પૂછપરછ કરી રહી હતી. હવે આ પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેણે શા માટે ગોળીબાર કર્યો.


મુંબઈ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેઓ માત્ર સલમાન ખાનને ડરાવવા માંગતા હતા જેના માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી.


લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, ગોળી ચલાવતા પહેલા અનમોલે તેમને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને ગોળીઓ ચલાવ્યા બાદ 3 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બંનેનો ઉદ્દેશ્ય સલમાન ખાનના ઘરની બહાર તેમના ઘરની દિવાલો પર ગોળીબાર કરવાનો છે.પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે વધુ 7 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.


સલમાન ખાન ફાયરિંગ કેસમાં હરિયાણાના એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે સંબંધિત છે અને તેઓ ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતા.