Malaysia Chopper Crash: મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.


નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું.






ગયા વર્ષે મલેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.


મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.


પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ, મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA) હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના 5 માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મોત થયા હતા. તે જ સમયે, ગયા વર્ષે પણ મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.


એક હેલિકોપ્ટર સ્વિમિંગ પુલમાં પડી ગયું


મલેશિયન ફ્રી પ્રેસના અહેવાલ મુજબ, મલેશિયન નેવીની 90મી વર્ષગાંઠ પર રોયલ સેલિબ્રેશન પરેડ માટે રિહર્સલ ચાલી રહ્યું હતું. આ દરમિયાન HOM (M503-3) હેલિકોપ્ટર ફેનેચ હેલિકોપ્ટરના રોટર સાથે અથડાયું હતું. દુર્ઘટના પછી, ફેનેક હેલિકોપ્ટર નજીકના સ્વિમિંગ પૂલમાં પડી ગયું, જ્યારે હોમ હેલિકોપ્ટર લુમુત નેવલ બેઝના સ્ટેડિયમ નજીક ક્રેશ થયું. આ અથડામણ કેમ અને કેવી રીતે થઈ તે અંગેની માહિતી સ્પષ્ટ રીતે બહાર આવી નથી. મલેશિયન નેવીએ કહ્યું છે કે એક ટીમ સમગ્ર મામલાની તપાસ માટે કામ કરી રહી છે.