Crime:દિલ્હીના ડાબરી વિસ્તારમાં ગુરુવારે રાત્રે 40 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. ઘટના સમયે મહિલા તેના ઘરની સામે હતી. 23 વર્ષીય યુવકે તેને નજીકથી માથામાં ગોળી મારી હતી અને પછી તે ભાગી ગયો હતો. આરોપીની ઓળખ આશિષ તરીકે થઈ છે. , મૃતકની ઓળખ રેણુ ગોયલ તરીકે થઈ છે.


પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આશિષે દેશી બનાવટના હથિયાર વડે મહિલાની હત્યા કરી હતી. જે બાદ તે પોતાના ઘરે ગયો હતો. તે તેના ઘરની ટેરેસ પર ગયો અને તે જ દેશી બનાવટની પિસ્તોલથી પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.


રેણુકા અને આશિષ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા


મહિલાને ગોળી વાગી હોવાની માહિતી મળતા જ પોલીસ નજીકમાં સ્થિત આરોપીના ઘરે પહોંચી હતી. આશિષ તેના માતા-પિતા સાથે ઘરે રહેતો હતો. તેણે ટેરેસ પર જઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આશિષ અને રેણુ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. બંને એક જીમમાં મળ્યા હતા. વર્ષો પહેલા તેઓ એક જ જીમમાં જતા હતા.                                 


રેણુ ત્રણ બાળકોની માતા હતી


રેણુ ગોયલ ગૃહિણી હતી. તે પરણિત હતી અને ત્રણ બાળકોની માતા હતી.  ગોળી વાગ્યા બાદ રેણુને તેના પતિ અને અન્ય લોકો હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવક કોઇ વાહનમાં નહી ચાલતો જ હુમલો કરવા આવ્યો હતો. તેણે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી મહિલાને માથામાં ગોળી મારી હતી. દ્વારકાના ડીસીપીએ જણાવ્યું હતું કે હત્યાનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ અંગત અદાવત હોવાનું જણાય છે, પરંતુ પોલીસ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો


ગુજરાતના આ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા, 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા


Rain: નવસારીમાં આભ ફાટ્યું, ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર


મોદી સરકાર વધુ એક સરકારી કંપનીમાં વેચશે હિસ્સો, બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળશે સ્ટોક


PM Modi Gujarat Visit: PM મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ, સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કરશે