Isha Ambani Twins: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ જોડિયા બાળકને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. બાળકનું નામ પણ રાખવામાં આવ્યું છે. અંબાણી પરિવારના નવા સભ્યની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો એ પણ જાણવા માંગે છે કે તેમના બાળકોના નામ શું છે અને તેમના નામનો અર્થ શું છે. ત્યારે તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારે પરિવારના નવા સભ્યોના નામ રાખ્યા છે. ઈશા અંબાણીના પુત્રનું નામ ક્રિષ્ના અને પુત્રીનું નામ આદ્યા છે. હવે શું તમે જાણો છો કે બાળકોના નામનો અર્થ શું છે?
પુત્રનું નામ ક્રિષ્ના
જો આપણે ક્રિષ્ના નામની વાત કરીએ તો તે હિન્દુ ધર્મના ભગવાન કૃષ્ણના નામ પર છે. જે કૃષ્ણ સિવાય અન્ય ઘણા નામોથી ઓળખાય છે. જો કે એવું માનવામાં આવે છે કે આ નામ પ્રેમની યાદ અપાવે છે. જે સત્યની લડાઈ માટે ઉભા રહેવાની યાદ અપાવે છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નામની એક નદી પણ છે.
ભારતમાં ઘણા પરિવારો તેમના બાળકોના નામ ક્રિષ્ના રાખે છે.માન્યતાઓ અનુસાર આ નામવાળા બાળકો ઘણા લોકોના જીવનને સુંદર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ સમાજમાં ભળવું અને લોકો પર પોતાની છાપ છોડવાનું પસંદ કરે છે. તેઓ પોતાનું જીવન સાદગી સાથે વિતાવે છે. સાથે જ તેઓ અનેક કળાઓમાં નિપુણ હોય છે અને વાતચીતમાં સૌથી આગળ રહે છે.
આદ્યા નામ શા માટે ખાસ છે?
આદ્યા: ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર આદ્યાનો અર્થ ભગવાન દ્વારા આપવામાં આવેલ ખજાનો છે. એવું માનવામાં આવે છે કે આદ્યા નામના લોકો ખૂબ જ ક્રિએટિવ હોય છે. આ લોકોમાં કામ કરવાનો જુસ્સો હોય છે, માનસિક શક્તિ પણ આ લોકોની વિશેષતાઓમાંની એક છે, લોકોને જીવનમાં આગળ વધવાની ઘણી તકો મળે છે અને તે તકોનો તેઓ યોગ્ય રીતે ઉપયોગ કરે છે. કાર્યમાં દ્રઢતા અને સિદ્ધિ તેમના વ્યવસાયમાં સફળતાનું કારણ છે.
ઈશા અંબાણીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા
તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ 4 વર્ષ પહેલા બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. ઈશા રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે. તે તેની ચેરમેન છે. મુકેશ અંબાણી હવે ત્રણ નાના બાળકોના ગ્રાન્ડ પેરેન્ટ્સ બની ગયા છે.