સુપરસ્ટાર ચિરંજીવીને રવિવારે 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા. ટ્વિટર પર ચિરંજીવીનો ફોટો શેર કરતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લખ્યું, 'એક્ટર, ડાન્સર અને પ્રોડ્યુસર તરીકે ચિરંજીવીજીએ 150થી વધુ ફિલ્મો કરી છે અને ચાર દાયકાની તેમની શાનદાર કારકિર્દી રહી છે. તે તેલુગુ સિનેમામાં ખૂબ જ લોકપ્રિય છે અને તેણે હૃદયને સ્પર્શી જાય તેવા અદ્ભુત પ્રદર્શન આપ્યા છે.






150થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ


ચિરંજીવીએ 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે તેલુગુ, તમિલ અને ઘણી હિન્દી ફિલ્મોનો ભાગ રહી ચુક્યો છે. તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 1978માં ફિલ્મ પુનાધિરાલ્લુથી કરી હતી. જે સુપરહિટ સાબિત થઈ હતી. તેમની ઘણી તેલુગુ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે. છેલ્લા ચાર દાયકાની કારકિર્દીમાં ચિરંજીવીને 10 ફિલ્મફેર પુરસ્કારો અને ચાર નંદી પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.


ચિરંજીવીની ફિલ્મો


સુપરસ્ટાર ચિરંજીવી આ દિવસોમાં તેમની બે ફિલ્મો Walter Veerayya અને Bholaa Shankarની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ ગોડ ફાધરમાં જોવા મળ્યા હતા. જેમાં તેમણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. અગાઉ ચિરંજીવીએ પુત્ર રામ ચરણ સાથે ફિલ્મ આચાર્યમાં કામ કર્યું હતું. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી.


ગોવામાં ફેસ્ટીવલની શરુઆત


તમને જણાવી દઈએ કે આજથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થઈ ગયો છે. આ વર્ષે આ ફેસ્ટિવલ ભારતીય સિનેમાના 100 વર્ષની ઉજવણી કરવામાં આવશે. વરુણ ધવન અને સારા અલી ખાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે. તો કાર્તિક આર્યન, મૃણાલ ઠાકુર અને અન્ય ઘણા સ્ટાર્સ પણ તેમના પર્ફોમન્સથી એન્ટરટાઈમેન્ટની ધૂમ મચાવતા જોવા મલશે